Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Testimonials

UMESHKUMAR J. PATEL, TEACHER,VANIYA MILL...

05 Jun, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ગુરુજનો માર્ગદર્શક, પ્રેરક અને શિલ્પકારની ભૂ...

Read More..

MR. K. S. GANDHI, SENIOR DEPOT MANAGER,...

27 May, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થી કાળ દરમ્યાન જીવનનાં વિકાસના ઘડતર માટે મળનારું સાનિધ્ય વિવિધ...

Read More..

PATEL PINKESH R. , STATESTICAL ANALYTIST

27 May, 2026
★ ★ ★ ★ ★

કોઈપણ વ્યક્તિને ઘડવામાં તેની શૈક્ષણિક સંસ્થાઓનું વિશેષ મહત્વ હોય છે.એમ...

Read More..

DIVYABEN SURESHBHAI LAHAMAGE, SUB TREASU...

27 May, 2026
★ ★ ★ ★ ★

મારી શૈક્ષણિક કારકિર્દીને દિશા આપનાર મારી પ્રતિષ્ઠિત ગાર્ડા કોલેજ પ્રત...

Read More..

DIVYABEN SURESHBHAI LAHAMAGE, SUB TREASURY OFFICER, FINANCE DEPARTMENT, VAPI

27-05-2026
★ ★ ★ ★ ★
DIVYABEN SURESHBHAI LAHAMAGE, SUB TREASURY OFFICER, FINANCE DEPARTMENT,  VAPI
મારી શૈક્ષણિક કારકિર્દીને દિશા આપનાર મારી પ્રતિષ્ઠિત ગાર્ડા કોલેજ પ્રત્યે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સંસ્થામાંથી મેં B.Com. તથા M.Com. ની ડિગ્રી ઉત્કૃષ્ટ પ્રાપ્તિ સાથે પૂર્ણ કરી, જેમાં B.Com માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક તથા M.Com. માં કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવવાનો ગૌરવ પ્રાપ્ત થયુ છે. આ તમામ સિદ્ધિઓ પાછળ કોલેજના અધ્યાપકોનું સતત માર્ગદર્શન , શિસ્ત બધ્ધ શૈક્ષણિક વાતાવરણ અને એમના પ્રોત્સાહનનો અમૂલ્ય ફાળો રહ્યો છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ આ જ સંસ્થામાં એડહોક લેક્ચરર તરીકે ચાર વર્ષ સેવા આપવાનો અવસર મળવો, મારા માટે ખરેખર ગૌરવ પૂર્ણ અનુભવ રહ્યો.આ ચાર વર્ષના સમયગાળામાં મેં NET તથા GSET બંને પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી, જે મારા શૈક્ષણિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હાલમાં, સરકારી નોકરીમાં મારી નિમણૂક થવી એ મારા કારકિર્દીનો એક મહત્વપૂર્ણ પડાવ છે, જેમાં આ સંસ્થાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. વિશેષરૂપે, આચાર્ય ડૉ. ધર્મવીર એમ. ગુર્જર સાહેબનો મારા પર વિશ્વાસ રાખવા બદલ હું ખુબ ખુબ આભારી છું, તેમજ તમામ અધ્યાપકોનો તેમના સતત માર્ગદર્શન માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. હું આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, સમર્પિત અધ્યાપક ગણ અને સમગ્ર સ્ટાફનો તેમના સતત સમર્થન અને પ્રોત્સાહન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. મારી શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક સફરને આકાર આપવા બદલ હું આ સંસ્થાની ઋણી રહીશ.