Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

નવસારી ગાર્ડા કોલેજમાં અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ માટ...

Read More..

IQA Cell અને એકાઉન્ટન્સી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારીમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર...

Read More..
View All

World Population Day - 10th July “Guest Lecture on the Occasion of world Population Day - 11 July”

10-07-2026

જ્ઞાન, સંસ્કાર અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કેન્દ્રમાં રાખીને વસ્તી વધારાની વૈશ્વિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી નવસારીની જાણીતી શૈક્ષણિક સંસ્થા  એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારીના અર્થશાસ્ત્ર વિભાગ અને I.Q.A.C. ના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ વસ્તી દિવસ’ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુ. રિન્કુ ભંડેરી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી મધુર પ્રાર્થનાથી થઈ હતી, જેનાથી સમગ્ર હોલનું વાતાવરણ પવિત્ર અને ઉત્સાહવર્ધક બની ગયું હતું. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. તેમણે વસ્તી વધારાની વૈશ્વિક અસરો અને યુવા પેઢીની જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનશ્રીનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી શાબ્દિક અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા નવયુગ કોમર્સ કોલેજ, સુરતના આચાર્ય ડૉ. વિનોદચંદ્ર પટેલનો પરિચય અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ડૉ. વિનોદચંદ્ર પટેલની શૈક્ષણિક કારકિર્દી, સંશોધન ક્ષેત્રે આપેલા યોગદાન તથા અર્થશાસ્ત્ર વિષયમાં તેમના વિશિષ્ટ કાર્યનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. મુખ્ય વક્તા ડૉ. વિનોદચંદ્ર પટેલે પોતાના વ્યાખ્યાનમાં વિશ્વ વસ્તી દિવસએ માત્ર કેલેન્ડરની તારીખ નથી પરંતુ તે વૈશ્વિક જાતિ નિર્ધારકો, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો માટે ગંભીર ચિંતનનો દિવસ છે. કાર્યક્રમને સફળ બનાવવા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. ભૂપત રબારી અને એડહોક અધ્યાપિકા ડૉ. નસરીનબાનુ કુરેશીએ અથાક પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. દિલીપભાઈ ચૌધરીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન શ્રી કિશોરભાઈ પટેલે કર્યું હતું.