Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

World Population Day - 10th July “Guest Lecture on the...

Read More..

નવસારી ગાર્ડા કોલેજમાં અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ માટ...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારીમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર...

Read More..
View All

IQA Cell અને એકાઉન્ટન્સી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત Guest Lecture on “GST: Evaluation, Impact & Recent Developments”

02-07-2026

નવસારી જિલ્લાની અગ્રેસર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા ગાર્ડા કોલેજમાં ઈન્ચાર્જ આચાર્યશ્રી ડો. ધર્મવીર એમ. ગુર્જર સાહેબના વડપણ હેઠળ એકાઉન્ટન્સી વિભાગ અને IQA Cell ના સંયુક્ત ઉપક્રમે  સી.એ. દિવસ અને જી.એસ.ટી. દિવસની ઉજવણીના ભાગરૂપે બીજા વર્ષ બી.કોમ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે  તારીખ 01 જુલાઈ 2026ના રોજ “GST: Evolution, Impact & Recent Developments વિષય પર સેમિનારનું આયોજ્ન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે સાસ્ક્મા કોલેજના આસીસ્ટન્ટ પ્રાધ્યાપક  સી.એ. અભિષેક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનારની શરૂઆત બી.એ. સેમ. ૧માં  અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિયા જાદવની સુંદર પ્રાર્થના દ્વારા થઈ હતી. ઈન્ચાર્જ આચાર્યશ્રી દ્વારા વક્તાશ્રીનું સ્મૃતિભેટ, પુપ્ષ ગૃચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુર્જર સાહેબે પોતાના વક્તવ્યમાં GST વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે રીતે અર્થતંત્રને આગળ ધપાવવા માટે GST જરૂરી છે તેમ પોતાના જીવનમાં  ધ્યેય સિદ્ધ કરવા માટે પણ GST એટલે કે Greed, Slap અને  Threat જરૂરી છે. વક્તા શ્રી દેસાઈ સરે પોતાના વક્તવ્યમાં GST અંગેની તમામ માહિતી પ્રેઝેન્ટેશન દ્વારા આપી હતી. અંતે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન પણ આપ્યું હતું. આ સેમિનારનું આયોજન એકાઉન્ટન્સી વિભાગના અધ્યક્ષ અને ઉપાચાર્ય ડો. હિતેશ જે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો ડો. રેઝશ મિસ્ત્રી, ડો. દિલશાદ પટેલ, ડો. સુરભી પરમાર, ડો. જમશીદ મરોલિઆ, ડો. તેજસ મિસ્ત્રી અને રિદ્ધિ લાડના સહિયારા પ્રયાસથી કરવામાં આવ્યું હતું. સેમિનારનું સફળ સંચાલન  ડો. દિલશાદ પટેલ અને આભાર વિધિ ડો. સુરભી પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળતા બદલ કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.